IQAC

Internal Quality Assurance Cell

About Internal Quality Assurance Cell

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના પ્રથમ કુલપતિશ્રી દ્વારા પાંચ વર્ષ બાદ NAAC ના એક્રેડીટેસનમાં યુનિવર્સીટીને સારો ગ્રેડ પ્રાપ્ત થાય તેના માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં (Internal Quality Assurance Cell) ની રચના કરવામાં આવેલ છે જેમાં હાલ નીચે મુજબના સભ્યશ્રીઓ કાર્યરત છે.


ક્રમ સભ્યશ્રીનું નામ હોદ્દો ક્રમ સભ્યશ્રીનું નામ હોદ્દો
પ્રો.ડૉ .જે.પી.મૈયાણી ચેરપર્સન ડૉ.પરાગ દેવાણી સભ્ય
ડૉ.એ.એચ.બાપોદરા સભ્ય શ્રી પાર્થ કોટેચા બાહ્ય સભ્ય
ડૉ.એમ.એચ.સોની સભ્ય શ્રી પાર્થ મહેતા વિદ્યાર્થી સભ્ય
ડૉ.સુહાસ વ્યાસ સભ્ય ૧૦ કુ.મહેક પાઠક વિદ્યાર્થી સભ્ય
ડૉ.ચેતન ત્રિવેદી સભ્ય ૧૧ ડૉ.ફિરોઝ શેખ કો-ઓર્ડીનેટર
ડૉ.જયસિંહ ઝાલા સભ્ય

વર્ષ ૨૦૧૬-૧૭ માં IQAC દ્વારા નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ
  • ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો માટે બે દિવસનો "UGC NET/SLET Exam Preparation" વિષય ઉપર તા.૮ અને ૯ જાન્યુઆરી,૨૦૧૭ ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૪૨ પ્રાધ્યાપકો તેમજ ૧૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. રિસોર્સ પર્સન તરીકે ગુજરાત યુનિવર્સીટીમાંથી ડૉ.આર. એસ.પટેલ તેમજ ડૉ. ગણપત પટેલને બંને દિવસ વ્યાખ્યાન આપેલ તેમજ મટીરિઅલ્સ પણ આપેલ.
  • તા: ૨૦ થી ૨૬ માર્ચ, ૨૦૧૭ દરમ્યાન HRDC, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે અત્રેની યુનિવર્સીટી મુકામે Research Methodology and Research Writing" પર ફેકલ્ટી ઈમ્પૃવ્મેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૬૫ પ્રાધ્યાપકો હાજર રાજેલ હતા.

વર્ષ ૨૦૧૭-૧૮ માં IQAC દ્વારા નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ
  • તા:૨૨/૦૯/૨૦૧૭ ને શુક્રવાર ના રોજ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં SAGE, ORIENT BLACKSWAN,RCS વગેરે જેવા પબ્લીશરોના અંગ્રેજી, લાઈફ સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર , ટીચર રીસોર્સીસ, રિસર્ચ મેથડ, ઇકોનોમિકસ, જનરલ, ફિક્શન, નોન-ફિક્શન વગેરે જેવા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવેલ. આ પુસ્તક મેળામાં ૧૬૪ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને લાભ લીધેલ.
  • ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં નોલેજ પાર્ટનર IIT-Bombayનાં સંયુક્ત ઉપક્રમે UG અને PGનાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે સોફ્ટવેરની ટ્રેનીંગ આપવા માટે તા: ૧૨/૦૯/૨૦૧૭ ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ તેમજ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોનાં પ્રિન્સિપાલશ્રીઓ તેમજ IIT-Bombay Tutorial ના નોડલ ઓફિસર્સશ્રીઓ માટે Free & Open Source Software Trainingનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત ટ્રેનીંગ મનેજર શ્રીમતી મીનાક્ષીબેન ચવ્હાણ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવેલ. આ પ્રોગ્રામમાં ૮૧ નોડલ ઓફિસર્સ તેમજ પ્રિન્સિપાલશ્રીઓ હાજર રહેલ.
  • ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો માટે બે દિવસનો "UGC NET/SLET Exam Preparation" વિષય ઉપર તા.૧૫ અને ૧૬ ડીસેમ્બર,૨૦૧૭ ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૩૮ કોલેજોમાંથી પ્રાધ્યાપકશ્રીઓએ ભાગ લીધેલ હતો. રિસોર્સ પર્સન તરીકે ગુજરાત યુનિવર્સીટીમાંથી ડૉ.આર. એસ.પટેલ તેમજ ડૉ. ગણપત પટેલને બંને દિવસ વ્યાખ્યાન આપેલ તેમજ મટીરિઅલ્સ પણ આપેલ.